Sunday 10 January 2010

એક શમણા ની વાત...

કહેવી છે આજ તને શમણા ની વાત જેમાં !
ઘર છોડી ને ભાગી 'તી તું મારી સાથ એમાં !!

શમણા માં હતું એક ગામ સાવ નાનું જેમાં
વર્ષો નો પ્રેમ હતો મારો ને તારો એમાં !!

હાથ પકડી એક બીજાનો કલાકો ગાળતા હતા જેમાં
હૂં તારી અને તું મારી એક ઝલક ના દિવાના એમાં !!

તારા જન્મ દિવસ પર મેં આપી તી તને ભેટ જેમાં
અને તારી માતા ને ગમી નહીં આ વાત એમાં !!

એ વાત પર થઇ ગયું ભારે કકળાટ જેમાં

અંતે તારા પર નિર્ણય છોડવા માં આવ્યું એમાં !!

તું જાણે સાવ એકલી પડી હોય એમ લગતી 'તી જેમાં

ત્યારે ઉભો હતો હૂં તારા ઘર ને દ્વારે રાહ જોતો એમાં !!

ત્યારે મિત માંડી ને તેં જયારે જોયું મને જેમાં

બંન્ને ના ચહેરા પર આવી એક અજબ મુસ્કાન એમાં !!

અને તેં પકડી લીધો મારો લંબાવેલો હાથ જેમાં

પ્રભુતા ના પગલા માંડ્યા ત્યારથી આપણે બંને એ એમાં !!

એ વખતે મારી ખુશી નો નોતો કોઈ પાર જેમાં

તારો વિશ્વાસ જીતવાનો આનંદ છલકાતો 'તો રોમ-રોમ એમાં !!

આજ ઘડી પર ઉઘડી મારી આંખ ફરી આ દુનિયા માં
જેમાં
તું નથી સમીપ ને દિવસ નીકળે છે તારી યાદો થી એમાં !!


હવે થાય છે કાશ રહી ગયો હોત હૂં સદા માટે એ શમણા માં જેમાં

પછી હોય ભલે એ એક શમણું પણ તું હતી તો મારી સાથ એમાં !!

- જાંબાઝ

૮ જાન્યુઆરી ૨૦૧૦
ન્યુયોર્ક, અમેરિકા.